ધ્રોલના મેમણ ચોક વિસ્તારમાં આવેલ એક જૂની બિલ્ડિંગ અચાનક ધરાશાઈ થતા આસપાસ અફરાતકરી મચી ગઈ હતી. ધરાશાઈ થયેલી બિલ્ડિંગ નીચે કેટલાક વાહનો દટાયા હતા. જો કે કોઈ અન્ય જાનહાની ના થતા સ્થાનિક લોકો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. સ્થાનિક લોકોએ જણાવ્યું કે આ બિલ્ડિંગ લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતી, છતાં સમયસર તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા આ દુર્ઘટના બની છે.