ગોધરા શહેરના રગડિયા પ્લોટ વિસ્તારમાં હુદા મસ્જિદ પાસે રહેતા અલ્તાફ યાકુબ સુંજેલાના રૂ. 12 હજારની કિંમતના મોબાઈલ ફોનની અજાણ્યા ઈસમે ચોરી કરી હતી. આ બનાવ 16 ઓગસ્ટે સવારના સમયે બન્યો હતો. ચોર મોબાઈલ લઈ જતાં તેને સ્વીચ ઓફ કરી દેતાં શોધખોળ છતાં પત્તો લાગ્યો નહોતો. અંતે 21 ઓગસ્ટે અલ્તાફ સુંજેલાએ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા ઈસમ સામે ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ શરૂ કરી છે.