This browser does not support the video element.
રોહિત નગર વિસ્તારમાં દરોડો પાડી ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું એક આરોપી દબોચ્યો
Patan City, Patan | Sep 11, 2025
પાટણ એસઓજી પોલીસે રોહિત નગર વિસ્તારમાં દરોડો પાડીને ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું કૌભાંડ પકડ્યું છે. પોલીસે આ કેસમાં ભારત ગેસ એજન્સીના ડિલિવરી બોય આશિષ પરમાર (૨૬)ની અટકાયત કરી છે. પિતાંબર તળાવ નજીક રોહિત નગરમાં એક ખુલ્લી જગ્યામાં સવારે પોલીસે રેડ કરી હતી. આરોપી લોખંડની ભૂંગળી વડે કોઈપણ સેફ્ટી સાધનો વિના ગેસ સિલિન્ડરમાં ગેરકાયદે રિફિલિંગ કરી રહ્યો હતો.પોલીસે સ્થળ પરથી રૂ. ૪૨,૦૦૦ની કિંમતના ૨૧ ગેસ સિલિન્ડર અને રૂ. ૧ લાખની કિંમતની લોડિંગ રિક્ષા જપ્ત કરી