ગોધરા સિવિલ હોસ્પિટલમાંથી ચોરાયેલા મોબાઇલ સાથે આરોપી ઝડપાયો ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી અને પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતના માર્ગદર્શન હેઠળ, મિલકત સંબંધિત ગુનાઓને શોધી કાઢવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ ઝુંબેશના ભાગરૂપે, S.O.G. ગોધરાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.એ. પટેલ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ડી.જી. વહોનિયા, બી.કે. ગોહિલ અને S.O.G. સ્ટાફને ચોરીના ગુનાઓ ઉકેલવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.