ગણેશોત્સવનું પાવન પર્વ સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવાઈ રહ્યું છે ત્યારે મહેસાણામાં એક અનોખી ઉજવણી જોવા મળી હતી. અહીં સાંસદ મયંક નાયકે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) ના જવાનોને આમંત્રણ આપી તેમની સાથે ગણેશોત્સવની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં દેશની રક્ષા કરતા જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેમની દેશ માટેની સેવાને બિરદાવવામાં આવી હતી.