ધ્રોલના સુમરા ગામમાં ગૌચર અને સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર કબ્જા મુદ્દે ગ્રામજનોએ ધ્રોલના પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી:તેમણે જણાવ્યું કે કેટલાક વ્યક્તિઓએ ગૌચર સહિત સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કર્યું છે, જેના કારણે પશુપાલકો અને ગામના લોકો માટે મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. દબાણ દૂર કરવા તેમજ કાયદેસર પગલાં લેવા માંગણી કરી