માળિયા મિયાણાના ફતેપુર ગામે ટીસીમાં ઘણા ઘણા દિવસથી શોર્ટ સર્કિટ થઈ રહ્યું છે. આ અંગે સ્થાનિકોએ જણાવ્યું કે ટીસીની પેટીમાં ફ્યુઝ નથી. ડાયરેક્ટ છેડા દઇ દીધા છે. અહીં અવારનવાર શોર્ટ સર્કિટ થાય છે. કોઈ વીજ અકસ્માત સર્જાય તેવી ભીતિ છે. પીજીવીસીએલ દ્વારા આ સમસ્યાનું નિરાકરણ તાત્કાલિક લાવવામાં આવે તેવી માંગ છે.