પાટણ શહેરમાં વોર્ડ નંબર ચારમાં હાઇવે ચારા રસ્તા પાસે આવેલ શ્રીદેવ એક્ઝોટિકા સોસાયટીના ગેટ પાસે છેલ્લા 25 દિવસથી ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી છે સોસાયટીના રહીશો દ્વારા વારંવાર નગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરો અને નગરપાલિકામાં રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી આ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી છેલ્લા 25 દિવસથી સોસાયટીના ગેટ સામે ભૂગર્ભ ગટર ઉભરાવાથી ગેટની પાસે અને હાઇવે નવજીવન ચાર રસ્તા તરફ જતા જાહેર રસ્તા ઉપર ભૂગર્ભ ગટર ના પાણી ભરાવવાની સમસ્યા છે.