થરાદ તાલુકાના દુધવા ગામ પાસે એક બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. વાઘાસણના રહેવાસી 35 વર્ષીય જીવાભાઈ નાગજી પટેલ થરાદ માર્કેટ યાર્ડથી ઘરે પરત ફરી રહ્યા હતા. અકસ્માતમાં તેમને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી.રાહદારીના ફોન બાદ તુરંત જ 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી દર્દી પાસેથી મળેલા 1 લાખ 41 હજાર રૂપિયા રોકડા, મોબાઈલ, પાકીટ, બાઈકની ચાવી અને અન્ય દસ્તાવેજો 108ની ટીમે તેમના સગા પાતાભાઈ પટેલને સોંપ્યા હતા.