This browser does not support the video element.
પુણા: સરથાણામાં મોબાઈલ ચાર્જિંગ માં મૂકવા જતા યુવકની કરંટ લાગતા મોત,પરિવારમાં શોકની લાગણી
Puna, Surat | Sep 2, 2025
સરથાણા વિસ્તારમાં કરંટ લાગતા ૨૧ વર્ષીય યુવકનું કરૂણ મોત થયું છે.મૂળ મધ્યપ્રદેશનો વતની અર્જુન ભેડે સરથાણા સ્થિત શિવશક્તિમાં હાજર હતો.જે વેળાએ તે મોબાઈલ ચાર્જમાં મૂકવા ગયો હતો.એકાએક બોર્ડમાંથી કરંટ પસાર થતાં તેને જોરદાર ઝટકો લાગ્યો હતો.દરમ્યાન જમીન પર ઢળી પડેલા અર્જુનને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.ફરજ પરના હાજર તબીબોએ અર્જુનને મૃત જાહેર કરતા પરિવારમાં શોકણી લાગણી ફરી વળી હતી.જ્યાં વધુ તપાસ સરથાણા પોલીસે હાથ ધરી હતી.