નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) ગાંધીનગર ખાતે 22મી રાષ્ટ્રીય અને બીજી આંતરરાષ્ટ્રીય ભારતીય ફોરેન્સિક ઓડોન્ટોલોજી કોન્ફરન્સ (IAFOCON-25)નો ભવ્ય પ્રારંભ થયો છે. આ બે દિવસીય કોન્ફરન્સમાં દેશ-વિદેશના 300થી વધુ નિષ્ણાતો અને સહભાગીઓ ભાગ લઈ રહ્યા છે. ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ત્રિપુરાના મુખ્યમંત્રી પ્રો. (ડૉ.) માણિક સહા ઉપસ્થિત રહ્યા હતા.NFSU વાઈસ ચાન્સેલર ડો જે એમ વ્યાસ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.