ગુજરાત પોલીસની સૌથી મજબૂત ગણાતી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મોટું ઓપરરેશન પાર પાડ્યું છે. પોલીસે 2200 કરોડથી વધુના માધુપુરા ક્રિકેટસટ્ટાકાંડના મુખ્ય સૂત્રધાર હર્ષિત જૈનને દુબઈથી ઝડપી લીધો છે. સ્ટેટ મોનિટરિંગ સેલના DIG નિર્લિપ્ત રાય અને તેની ટીમે આ મિશન પાર પાડયું હતું. હર્ષિત જૈન સામે લુકઆઉટ સર્ક્યુલર અને રેડ કોર્નર નોટિસ પણ કાઢવામાં આવી હતી. દુબઈ પોલીસે હર્ષિતને લોકેટ કરી લીધો હતો અને પછી સ્ટેટ મોનિટરિંગ સેલ સાથે સંકલન કરીને તેને ડિપોર્ટ કર્યો.