વડોદરા : શહેરના પ્રતાપનગર રેલ્વે ડીઆરએમની કચેરી ખાતે ફરજ અદા કરનાર સાફ-સફાઈ કર્મચારીઓએ નવા કોન્ટ્રાક્ટર અને પગાર પ્રશ્ને હડતાલ પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો.જુના કોન્ટ્રાકટર દ્વારા 500 રૂ.રોજ આપવામાં આવતો હતો.જોકે કોન્ટ્રાકટ બદલાતા નવા કોન્ટ્રાકટમાં પેટા કોન્ટ્રાકટર દ્વારા માંગણી મુજબ પગાર નહીં અપાતા અને ઉડાઉ જવાબ આપતા કર્મચારીઓએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.