સુરતના સચિન પલસાણા રોડ પર બુધવારે બપોરે બંદીવાન ભરેલી બસ એકાએક પલટી મારી જતા મોટી દુર્ઘટના બનતા ટળી હતી.બસ પલટી મારી જતા બસમાં સવાર કેટલાક બંદીવાનો ને નાની મોટી ઇજા થવા પામી હતી.જ્યાં બંદીવાનો એ બસના ચાલક સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો.બંદીવાનોએ આક્ષેપ કર્યા હતા કે બસનો ચાલક 150 ની સ્પીડે બસ હંકારી રહ્યો હતો.જેના કારણે આ અકસ્માતની ઘટના બની હતી.ઘટનાને પગલે એમ્બ્યુલન્સ સ્થળ પર દોડી આવી હતી. જ્યાં ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી હતી.