સુરત શહેરમાં રોગચાળાનો વધુ એક ભોગ લેવાયો છે. સચિન GIDC વિસ્તારમાં રહેતા 23 વર્ષીય યુવકનું ઝાડા, ઉલટી અને તાવ બાદ મોત થતાં ચકચાર મચી ગઈ છે. યુવકના અચાનક અવસાનથી તેનો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.પાલી ગામમાં વેલ્ડીંગની દુકાન ચલાવીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતા હતા. તેમના અચાનક અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યો છે. આ ઘટના અંગે સચિન GIDC પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. રોગચાળાના કારણે યુવકના મોતથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે.