સુરત શહેર ક્રાઇમ બ્રાંચ પોલીસે મહારાષ્ટ્રના પાલઘર-બોઈસર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસના વોન્ટેડ આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યો છે. આ આરોપી એક મહિલા કર્મચારીને બિભત્સ મેસેજ અને પોર્ન વીડિયો મોકલીને ફરાર થઈ ગયો હતો.આરોપી વિશ્વાસ યાદવ અગાઉ મુંબઈના વિરારમાં એક કંપનીમાં કામ કરતો હતો. તે દરમિયાન તેણે તેની સાથે કામ કરતી એક મહિલા કર્મચારીને તેના મોબાઈલ ફોન પર અશ્લીલ મેસેજ અને વીડિયો મોકલ્યા હતા. આ કૃત્ય બાદ તે નાસી ગયો હતો.