થરાદ, વાવ અને સુઈગામ તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદને કારણે મલુપુર ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અનેક પરિવારોના ઘરમાં પાણી ઘૂસી જતાં ઘરવખરી નષ્ટ થઈ છે. ખેતરોમાં પાણી ભરાવાથી ઊભો પાક અને સંગ્રહેલો માલ નષ્ટ થયો છે.મલુપુર ગામના સરપંચે તાત્કાલિક પગલાં લેતાં અસરગ્રસ્ત પરિવારોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કર્યું છે. સ્થળાંતરિત પરિવારો માટે રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.