ગઢડા શહેરમાં એસટી ડેપો ખાતે નવી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં એસટી બસ સ્ટેન્ડ ખાતે ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવેલી નવી બસના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગઢડા શહેર ભાજપ પ્રમુખ વિક્રમભાઈ બોરીચા, ગઢડા નગરપાલિકા પ્રમુખ હિતેશભાઈ પટેલ સહિતના ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા