કચ્છ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેરથી અનેક જળાશયોમાં નવા નીર આવ્યા છે. ડેમ-તળાવ ઓગની જતા શાસ્ત્રોકત વિધિથી વધાવવામાં આવ્યા છે. અંજાર શહેરનું ઐતિહાસિક સવાસર તળાવ ઓગની જતા આજરોજ તેને શાસ્ત્રોક વિધિથી વધાવવાનો કાર્યક્રમ અંજાર નગરપાલિકા દ્વારા યોજવામાં આવ્યો હતો.