પર્યાવરણની જાળવણી થાય તેવા ઉમદા હેતુથી ખરડેશ્વર બ્રહ્મ સમાજ જ્ઞાતિની વાડી ખાતે બહેનો માટે માટીના ગણપતિ બનાવવાનો નિ:શુલ્ક વર્કશોપ યોજાયો. જેમાં માટી પણ સંસ્થા તરફથી મહિલાઓને આપવામાં આવી હતી. બહેનો દ્વારા માટીમાંથી બનાવવામાં આવેલી આ જ મૂર્તિની ગણેશ ચતુર્થીના દિવસે સ્થાપના કરી અને પૂજન કરવાનો નિર્ધાર કર્યો હતો. આ વર્કશોપમાં મોટી સંખ્યામાં બહેનો જોડાયા હતા.