નવસારી જિલ્લાના દતનગરના બાગલે પરિવારએ માનવતાવાદી અભિગમ દાખવીને પોતાના પરિવારની બ્રેઈનડેડ સભ્યાના અંગોનું દાન કર્યું હતું. 50 વર્ષીય શંકુતલાબેન કિશોરભાઈ બાગલેને ચક્કર આવવાથી પડી જતાં તેમને નવસારી સિવિલથી વધુ સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની તબીયત લથડતા બ્રેઈનડેડ જાહેર કરવામાં આવી હતી. પરિવારજનોની સંમતિ બાદ શંકુતલાબેનના લીવર અને બે કિડનીનું દાન કરવામાં આવ્યું, જેના કારણે જરૂરિયાતમંદ લોકોને નવજીવન મળ્યું.