6 સપ્ટેમ્બરના રોજ રાતે 9 કલાકે શરૂ થયેલો વરસાદ હજું પણ યથાવત રહેતા શહેર પાણી પાણી થયું છે.આગાહીના પગલે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર નદીઓનો માહોલ જોવા મળ્યો હતો. સાંજે 4 વાગે વરસાદી જોરદાર ઝાપટું પડ્યા બાદ રાતે ફરી ધોધમાર ઝાપટું પડતા વાતાવરણ ઠંડુગાર થવા પામ્યું છે. હજું પણ રાતે અને આવતી કાલે અતિભારે વરસાદની આગાહી હોય પ્રાંત અધિકારી,મામલતદાર,ટીડીઓ અને ચીફ ઓફિસર્સને હેડક્વાટર ન છોડવા જિલ્લા અધિક મેજીસ્ટ્રેટ દ્વારા હુકમ કરી દેવાયો છે.