માલપુરના જીતપુર પાસે હિટ એન્ડ રન અકસ્માતમાં બે પદયાત્રીઓના ઘટના સ્થળે મોત થયા છે,જ્યારે એક પદયાત્રી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.દાહોદથી અંબાજી જતો પદયાત્રા સંઘ રસ્તામાં આગળ વધી રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહનએ ટક્કર મારી હતી.મૃતકોમાં સુરેશ વાસના ડામોર (42) અને દિનેશ રાઠોડ સિસોદિયા (45)નો સમાવેશ થાય છે,જ્યારે સંજય વલ્લભ નિનામાં ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે મોડાસા ખસેડાયો છે.પોલીસે મૃતદેહોને પીએમ અર્થે સીએચસી ખસેડી ફરાર વાહનચાલકની તપાહ હાથ ધરી.