સિધ્ધપુર તાલુકાના મુડાણા ગામની 3 દિકરીઓ ભેંસો ચરાવવા ગઇ હતી. અને સાંજના સુમારે ભેસો ચરાવીને પરત ફરતા ભેંસો સરસ્વતી નદીના વહેણમાં પડી હતી.તે સમયે પાણીનો પ્રવાહ વધુ પડતો હોવાને કારણે ભેંસો પાણીના વહેણમાં તણાવવા પાણીના પ્રવાહમાં 3 દિકરીઓ તણાઇ હતી. જેમાંથી બે થકી બહેનોના મોત થયા હતા આ બંનેને મુખ્યમંત્રી રાહત ફંડ માંથી આર્થિક સહાય ચૂકવવા પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર મુખ્યમંત્રીને રજુઆત કરી છે.