ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર દ્વારા આયોજિત છોટાઉદેપુર જિલ્લામાં સંસ્કૃત સપ્તાહની ઉજવણીના પ્રથમ દિવસે એસ એફ હાઇસ્કુલ છોટાઉદેપુર ખાતેથી નગરમાં 'સંસ્કૃત ગૌરવ યાત્રા' નીકળી હતી. જેને જિલ્લા વિકાસ અધિકારી.સચિન કુમાર, પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્મા, જિલ્લા શિક્ષણાધિકારી આનંદકુમાર પરમાર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જશવંત પરમાર, નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી દ્વારા લીલીઝંડી આપી “સંસ્કૃત ગૌરવ યાત્રા”ને પ્રસ્થાન કરાવી હતી.