રવિવારના સવારે 9:00 વાગ્યા દરમિયાન કરાયેલા રેસ્ક્યુની વિગત મુજબ પારડીમાં આવેલી એન્જલ સ્કૂલના બેઝમેન્ટમાં સાપ નજરે પડતા ઘટનાની જાણ જીવદયા ગ્રુપના સભ્યોને કરવામાં આવી હતી. તેઓ ઘટના સ્થળે પહોંચી જોતા અજગરનું બચ્ચું હોવાનું માલુમ પડ્યું હતું. તેને સહી સલામત રીતે પકડી જંગલવાળા વિસ્તારોમાં છોડી દેવામાં આવ્યું હતું.