છોટાઉદેપુર તાલુકાના તેજગઢ ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિની મીટિંગ યોજાઈ હતી. જેમાં સહપ્રભારી ગુજરાત પ્રદેશ ઉષા નાયડુ, વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલ, રાજેન્દ્ર પારગી, શશીકાંતભાઈ રાઠવા સહિત કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મીટીંગ ની અંદર કોંગ્રેસને કઈ રીતે મજબૂત કરી શકાય તે અંગે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સાથે આગામી ચૂંટણીઓને ધ્યાનમાં લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી.