વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમદાવાદ મુલાકાત પહેલા જ અમદાવાદ શહેરમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સીરિયન ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોતે ગાઝાના પીડિત નાગરિક હોવાનો ઢોંગ કરીને મસ્જિદોમાં જઈને પૈસા ઉઘરાવતા 23 વર્ષના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. જેની પૂછપરછમાં સમગ્ર સીરિયન ગેંગનો પર્દાફાશ થયો છે.