સુરત શહેરમાં મોડી રાતથી વરસી રહેલા ભારે વરસાદને કારણે ઉધના વિસ્તારમાં આવેલા ભીમ નગર ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.વરસાદનું પાણી ભરાઈ જવાના કારણે અનેક વાહનો, જેમાં રિક્ષા, ટેમ્પો અને બાઈકનો સમાવેશ થાય છે, બંધ પડી ગયા હતા. આ પરિસ્થિતિને કારણે ગરનાળામાં અને આસપાસના રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ઉધના-ડિંડોલી બ્રિજ પર પણ ટ્રાફિક જામ થતાં વાહનચાલકો કલાકો સુધી અટવાયા હતા.