કપરાડા તાલુકો દક્ષિણ ગુજરાતનું વરસાદમાં ચેરાપુંજી ગણાતુ હોય છે. જેમાં કપરાડા તાલુકામાં અત્યાર સુધીમાં 155 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. જેમાં કપરાડા તાલુકાના અનેક માર્ગો વરસાદમાં ધોવાય જવા પામ્યા હતાં. જે હાલ વરસાદે વિરામ લેતા તાલુકા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા અનેક સ્થળોએ મરામત કામગીરી હાથ ધરવામાં આવી છે.