રાજભવનના મહર્ષિ દયાનંદ સભા મંડપમાં રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્માના વિસ્તરણ કાર્યકરો અધિકારીઓ, અમદાવાદ તથા ગાંધીનગર જિલ્લાના કૃષિ સખી, કિસાન મિત્રો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે સંવાદ કર્યો હતો. રાસાયણિક ખેતી દ્વારા ઉભી થતી સમસ્યાઓ પર પ્રકાશ પાડતા રાજ્યપાલશ્રીએ કહ્યું કે, માટી, પાણી અને હવા પ્રદૂષિત થઈ ગઈ છે અને ખાદ્યાન્નના પોષકત