ગોધરા-દામાવાવ રોડ પર છારીઆ-મુલ્લાકુવા ચોકડી વચ્ચેના જંગલ વિસ્તારમાં મોટા પ્રમાણમાં બાયોમેડિકલ વેસ્ટ મળી આવ્યો છે. સ્થળ પરથી ઔષધીય બોટલો, સિરિંજ અને તબીબી સામગ્રીના ઢગલા જોવા મળ્યા છે. આ કચરો કોઈ અજાણ્યા અથવા બોગસ તબીબ દ્વારા ફેંકાયો હોવાની શંકા વ્યક્ત થઈ છે. કાયદાકીય રીતે ગેરકાયદે નિકાલ કરાયેલ આ કચરો વન્યજીવો તેમજ માનવ આરોગ્ય માટે ગંભીર જોખમ બની શકે છે. સ્થાનિક લોકોએ આરોગ્ય વિભાગ પાસે તાત્કાલિક તપાસ કરી જવાબદાર લોકો સામે કડક કાર્યવાહીની માંગ કરી