સ્વચ્છતા એજ સેવા અંતર્ગત મોરબી મહાનગરપાલિકા દ્વારા ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. વિશ્વકર્મા બાળમંદિરની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનની દિવાલની પાછળની જગ્યાએ 24 જેટલા ચિત્રકારોએ આજે સવારથી જુદા-જુદા ચિત્રો દોર્યા હતા. જેમાં કચરો કચરા પેટીમાં નાખવો, બેટી બચાવો બેટી પઢાઓ, વૃક્ષો વાવો સહિતના સંદેશાઓ આપવામાં આવ્યા હતા.