મહુવા તાલુકાના અનાવલ ગામના રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં 'સ્વસ્થ નારી–સશક્ત પરિવાર' કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય મોહનભાઈએ મહિલાઓના આરોગ્ય, પોષણ અને પરિવાર સ્વાસ્થ્ય અંગે જાગૃતિ વધારવા પર ભાર મૂકી મહિલાઓને આરોગ્ય અંગે સતર્ક રહેવા અને પરિવારના સુખમય જીવન માટે પોતાનું સક્રિય યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.