રાજકોટ-ચોટીલા હાઇવે પર જેટકો સબ સ્ટેશન સામે મનવીરભાઈ બાબુભાઈ ધોરીયા (ઉ.વ. ૨૮, રહે. ઠીકરીયાળા) નામના યુવાને રાત્રિના સમયે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા તેને તાત્કાલિક સારવાર અર્થે કુવાડવાની ગિરિરાજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોય, જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાતા સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું...