સચિન વાંઝ ગામ નજીકથી સચિન પોલીસે માહિતીના આધારે ચોરીના મોબાઈલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો.ચંદન નિષાદ નામના ઇસમને ઝડપી પાડી તેની પાસેથી ચોરીમાં ગયેલ મોબાઈલ કબ્જે કર્યો હતો.જે મોબાઈલ આરોપીએ સુડા સેક્ટર એકમાં આવેલ બિલ્ડિંગ ના ટેરેસ પર સુતેલા યુવકની પથારી પાસેથી ચોરી કર્યાની કબુલાત કરી હતી.જ્યાં ઇ fir પોર્ટલ પર નોંધાયેલા મોબાઈલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં પોલીસને સફળતા મળી હતી.જ્યાં વધુ કાર્યવાહી સચિન પોલીસે હાથ ધરી હતી.