પંચમહાલ જિલ્લાના શહેર તાલુકાના સાધરા ગામે ખેતરમાં કામ કરી રહેલા એક શ્રમિકને ગંભીર ઈજાઓ થતાં તેમને ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સાધરા ગામના કારાભાઈ સોમાભાઈ માછી પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા. ત્યારે અચાનક તેઓ લપસી પડ્યા હતા. આ ઘટનામાં તેમને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક આસપાસના લોકો દ્વારા તેમને સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના ડોકટરો દ્વારા તપાસ કરતા કારાભાઈના ઘૂંટણના ભાગે ફ્રેક્ચ