કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા આજ રોજ સાંજના સમયે નગરના ગણેશ ઉત્સવ આયોજક મંડળો ની મુલાકાત લેવામાં આવી હતી તેઓની સાથે પાલિકા પ્રમુખ હસમુખભાઈ મકવાણા અને શહેર પ્રમુખ કલ્પેશભાઈ પારેખ તથા કાઉન્સિલરો હાજર રહ્યા હતા વિવિધ વિસ્તારોમાં ગણેશજી ની સ્થાપના કરવામાં આવી છે ત્યાં હાજર રહી દર્શન પૂજન કરવામાં આવ્યા માજી કાઉન્સિલર મહેન્દ્ર બેલદાર ના ઘરે રાધા અષ્ટમી નિમિતે યોજાયેલા અન્નકુટ ના દર્શન કર્યા હતા.