સુરત જિલ્લામાં પસાર થતા નેશનલ હાઈવે પર દિન પ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યા છે ત્યારે વધુ એક અકસ્માત ની ઘટના બની છે. સુરત જિલ્લાના ઉભેળ ગામ પાસે એક ટ્રક ડીવાઈડર પર ચડી ગઈ હતી. જેને પગલે સુરત જિલ્લા NHAI અને ટ્રાફિક પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી.