કલોલ તાલુકાના નારદીપુર ગામ નજીક ડમ્પરની ટક્કરથી બાઇકની પાછળ બેઠેલા વૃધ્ધનું ગંભીર ઇજાઓ થતાં મોત નિપજ્યુ હોવાનો બનાવ કલોલ તાલુકા પોલીસમાં નોંધાયો છે. ભાલોદ ગામે સંબંધીને ત્યાં મોબાઇલ લેવા જઇ રહ્યા હતા. ત્યારે અકસ્માત નડ્યો હતો. આ અંગે ફરિયાદના આધારે કલોલ તાલુકા પોલીસે ડમ્પરચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.