ગુરૂઓ વગર સમાજનું ઘડતર અને નિર્માણ શક્ય નથી. શિક્ષક આદર્શ સમાજના નિર્માણની પરિભાષા છે. શિક્ષકોના અમૂલ્ય યોગદાન માટે તેમને સન્માન કરવા ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ, જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીના ઉપક્રમે છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને દરબાર હોલ ખાતે ૫ સપટેમ્બર શિક્ષક દિન નિમિત્તે 'શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ -૨૦૨૫' સમારોહ યોજાયો હતો.