કાલોલ તાલુકાના ઘૂસર ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં મનરેગા યોજના હેઠળ મોટા પાયે ભ્રષ્ટાચારનો ભમરડો ગોળ ગોળ ફરી રહ્યો છે ત્યારે સ્થાનિક જાગૃત નાગરિક કરશનભાઈ નજરૂભાઈ ની રજૂઆત બાદ ઈન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારીએ સ્થળ ઉપર જઈને અરજદારને સાથે રાખીને સ્થળ તપાસ કર્યા હોવાનું અને સ્થળ ઉપર કોઈ પણ પ્રકારનું કામ નહીં થયા હોવાનો એહવાલ તૈયાર કરીને ઉપલી કચેરી મોકલી આપ્યા હોવાનું પણ જાણવા મળેલ છે.ભ્રષ્ટાચારને ઢાંક પિછોડો કરવા માટે સ્થળની આજુ બાજુ કપચીના ઠગલાઓ નાંખવામા