કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન ખાતે આવેલા અંડર બ્રિજના પોપડા (કોંક્રિટ નો ભાગ) ખરી પડ્યો હતો જે હથોડા વડે તોડી નિકાલ કરવામાં આવી રહ્યું છે બીજી તરફ ઓવર બ્રીજ બનાવવા માટે મૂકેલા ટેકા અંડર બ્રિજમાં થી પસાર થઈ રહ્યા છે જે પણ ખુબ જોખમકારક છે. હાલ વરસાદી પાણી અંડર બ્રિજમાં ભરાઈ જતા વિધાર્થીઓ અને રાહદારીઓ ને ભારે પરેશાની થઈ રહી છે. સ્થાનીક નાગરીક નો આક્ષેપ છે કે નાળુ બેસી રહ્યું છે જો તાકીદે નક્કર કાર્યવાહી કરવામાં ન આવે તો મોટી દુર્ઘટના સર્જાય તેવી શક્યત