નિસંતાન દંપતિઓ માટે લાખો નિરાશાઓ વચ્ચે આશાનું કિરણ જૂનાગઢ આયુર્વેદ હોસ્પિટલનો ગાયનેક વિભાગ બન્યું છે.દર મહિને ૧૩૦૦ થી ૧૪૦૦ જેટલી ઓપીડી, આયુર્વેદ હોસ્પિટલનો ગાયનેક વિભાગ બન્યો વરદાનરૂપ બન્યો છે.આજની જીવનશૈલી અને મોટી ઉંમરે થતાં લગ્ન નિસંતાન હોવામાં જવાબદાર,ડો. ચેતનાબેન કોડીનારિયાએ જણાવ્યું હતું.આયુર્વેદ સારવારથી વંધ્યત્વનુ સમાધાન શક્ય છે.આઈવીએફ જ માત્ર ઉપાય છે એવું ડોક્ટરોએ કહ્યું તેવા મહિલાઓને પણ અહીં સારવારથી કુદરતી રીતે ગર્ભધારણ કર્યો છે.