ગોંડલમાં નવપરીણિત યુવાનનો આપઘાત ગોંડલ શહેરના મોવિયા રોડ પર આવેલા કે.જી.એન. પાર્કમાં રહેતા 22 વર્ષીય પરિણીત યુવાને અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. મૃતક યુવાનના 9 મહિના પહેલા જ લગ્ન થયા હતા અને છેલ્લા 3 મહિનાથી પત્ની રિસામણે હતી. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર કે.જી.એન. પાર્કમાં રહેતા ઉજેફ હુસેનભાઈ દોઢિયા (ઉ.વ. આશરે 22) બપોરે નમાઝ પઢ્યા બાદ પોતાના રૂમમાં સૂવા માટે ગયા હતા. સાંજે લગભગ 5 વાગ્યે તેમ