હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સાથે ૭૬૫ જેટલી કોલેજો જોડાણ ઘરાવે છે. યુનિવર્સિટી દ્વારા કોલેજોમાં અનુસ્નાતક શિક્ષણ આપતી સંસ્થાઓ / કોલેજોમાં કાર્યરત અધ્યાપકોને પી.એચ.ડી.નાં માર્ગદર્શક શિક્ષક તરીકે માન્યતા યુનિવર્સિટી દ્વારા આપવામાં આવે છે પરંતુ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનનાં નિયમો અન્વયે અધ્યાપક અનુસ્નાતક કોલેજમાં અનુસ્નાતક અભ્યાસક્રમોમાં શૈક્ષણિક કાર્ય કરતાં હોવા આવશ્યક છે.જે માટે રજુઆત કરાઈ છે.