પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં રખડતા પશુઓને કારણે અકસ્માતનો એક બનાવ બન્યો છે. હાલોલ તાલુકાના કોપરેજ ગામમાં રહેતા રવી પરમાર પોતાની બાઇક પર ગોધરાના દવાખાને જઈ રહ્યા હતા. આ દરમિયાન, તેઓ કાલોલની મલાવ ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક એક રખડતું પશુ રસ્તાની વચ્ચે આવી ગયું. પશુને બચાવવા જતા રવી પરમારની બાઈક સ્લીપ થઈ ગઈ, જેના પરિણામે તેઓ રોડ પર પટકાયા. આ અકસ્માતમાં તેમને માથાના ભાગે અને હાથમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.