પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈએ વાહન વ્યવહાર મંત્રીને પત્ર લખ્યો પાટણ મતવિસ્તારના આગેવાનો તેમજ કાર્યકતાઓ પાટણની આજુબાજુના વિસ્તારના ઘણા બધા લોકો અમદાવાદ, વડોદરા અને સુરત ખાતે ધંધા તેમજ નોકરી અર્થે ખૂબજ મોટી સંખ્યામાં વસવાટ કરે છે. જેથી પાટણ થી સુરત જવા વોલ્વો બસ તેમજ સેમી બસની કોઈ સુવિધા ન હોઇ આ બાબતે પૂર્વ મંત્રીને મૌખિક રજુઆતો મળતા રણછોડભાઈએ પાટણ થી સુરત ખાતેની વોલ્વો બસ તેમજ સેમી બસની સુવિધા કરી આપવા હર્ષ સંઘવીને રજુઆત કરી છે