સુરતમાં ગુનેગારોનો કાયદાનો ડર ઓછો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે હવે સામાન્ય નાગરિકો જ નહીં, પરંતુ ખુદ પોલીસકર્મીઓ પણ ગુનેગારોનો શિકાર બની રહ્યા છે. તાજેતરમાં રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના એક ઈન્સ્પેક્ટરને જોગિંગ કરતી વખતે બાઇક પર આવેલા બે ગઠિયાઓએ નિશાન બનાવ્યા હતા અને તેમનો મોબાઈલ ફોન ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા.સુરત રેલવેમાં RPFના ઈન્સ્પેક્ટર દિનેશ નિહાલસિંહ યાદવ સવારે સુમુલ ડેરી રોડ પર જોગિંગ માટે નીકળ્યા હતા.