કલોલના હોળી ચકલા વિસ્તારમાં ધ અંગુભાઈ ગ્રુપ દ્વારા છઠ્ઠા વર્ષે ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. બારોટવાસ ચા રાજાની 11 દિવસીય સ્થાપના અંતર્ગત વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવમાં સત્યનારાયણ કથા, અન્નકુટ, ખેલ મહોત્સવ, મૂવી શો, ગરબા અને મહાઆરતી જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. ગણેશ સ્થાપનાના પાંચમા દિવસે યોજાયેલી મહાઆરતીમાં કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.